GPSC Important Notice Regarding Change In The Preliminary Exam Dates 2024

GPSC Important Notice Regarding Change In The Preliminary Exam Dates 2024


ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત (પ્રાથમિક કસોટીની તારીખમા આંશિક ફેરફાર બાબત)
 
ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ભરતી પ્રક્રિયામાં વિવિધ ફેરફારો કરવા ગુજરાત જાહેર સેવા આયોગ પ્રયત્નશીલ છે. માટે ડીસેમ્બર-જાન્યુઆરી ૨૦૨૪-૨૫ માં લેવાનાર કુલ ૧૧ ભરતી પૈકી ૮ ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો છે, જયારે બાકીની ૦૩ ભરતીનો સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો છે.
 
લેખિત પરીક્ષામાં ભાગ- ૧માં ૧૦૦ ગુણનું સામાન્ય અભ્યાસ તથા ભાગ-૨ માં ૨૦૦ ગુણનું જે તે વિષયનું પ્રશ્નપત્ર, આમ ભાગ-૧ તથા ભાગ- ૨ મળી કુલ ૩૦૦ ગુણનું પ્રશ્નપત્રની સંયુક્ત પરીક્ષા લેવાની પ્રથા હાલ અમલમાં છે. જો અગાઉની ભરતી પધ્ધતિ મુજબ ભાગ-૧ અને ભાગ-૨ નું એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે તો ભાગ- ૧ના કુલ ૧૧ પ્રશ્નપત્રો તૈયાર કરવા, તેની આન્સર કી તૈયાર કરી ,મૂલ્યાંકન કરવાનું થાય, જેમાં ઘણો સમય જાય, તેથી ભરતી પ્રકિયામાં વિલંબ થવાની સંભાવના રહે છે. તે નિવારવા સારૂં આયોગ દ્વારા ભાગ-૧ અને ભાગ-૨ બન્ને પ્રશ્નપત્રો અલગ કરવાનો નિર્ણય કરેલ છે, જેથી ભાગ-૧નું આઠ પરીક્ષાઓનું એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી તેના મૂલ્યાંકનની કાર્યવાહી કરવાની થાય તથા બાકી રહેતી ત્રણ ભરતીમાં ભાગ-૧નું અલગ પ્રશ્નપત્ર તૈયાર કરી તેનું અલગથી મૂલ્યાંકન કરવાનું થાય.
 
આમ ભરતી પ્રક્રિયામાં વપરાતો સમય ઘટાડી શકાય અને ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. જો કોઇ ઉમેદવારે એક કરતાં વધુ ભરતી પ્રક્રિયા માટે અરજી કરેલી હોય તો તેઓ દરેક ભરતીમાં ભાગ લઇ શકે અને તેઓ ભરતીની એકપણ તકથી વંચિત ન રહે તે હેતુથી ભાગ-રનું પ્રશ્નપત્ર જે તે દિવસે જ રાખવામાં આવેલ છે. જયારે ભાગ- ૧નું પ્રશ્નપત્ર જુદી તારીખે રાખવામાં આવેલ છે. એક થી વધુ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારના ભાગ-૧ સામાન્ય અભ્યાસમા તેઓએ મેળવેલ ગુણ અન્ય લાગુ પડતી ભરતીમાં ધ્યાને લેવામાં આવશે. 
 
Full Notification: Click Here
 
new timetable
 
For more details: Click Here

 


Post a Comment

Previous Post Next Post